નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 1000 પાર થઈ ગઈ છે. છેલ્લે મળતી માહિતી મુજબ દેશમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસનો આંકડો 1024 પર પહોંચ્યો છે. અત્યાર સુધી દેશમાં આ વાયરસના કારણે 27 લોકોના મોત થયા છે. જ્યારે 95 લોકોની સફળતાપૂર્વક સારવાર થઈ છે. સૌથી વધુ પોઝિટિવ કેસ મહારાષ્ટ્ર અને કેરળમાંથી સામે આવ્યાં છે. કોરોના સામેની જંગમાં ડૉક્ટરો અને નર્સો સીધી લડાઈ લડી રહ્યાં છે. જીવ જોખમમાં મૂકીને કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીના સંપર્કમાં આવ્યાં બાદ ડૉક્ટર, નર્સ અને કેટલાક દર્દીઓને ક્વોરન્ટાઈન કરાયા છે. 


Corona live updates: દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1000ને પાર, મહારાષ્ટ્ર-કેરળ વધુ પ્રભાવિત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મનોહર લોહિયા હોસ્પિટલના એક વરિષ્ઠ ચિકિત્સા અધિકારીએ જણાવ્યું કે લગભગ 6 ડૉક્ટરો અને ચાર નર્સોને પ્રોટોકોલના આધારે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ડ્યૂટી પર તૈનાત સ્ટાફને પણ સેલ્ફ ક્વોરન્ટીન માટે કહેવાયું છે. ચિકિત્સા અધિકારીએ જણાવ્યું કે આરએમએલ હોસ્પિટલમાં એક સંદિગ્ધ દર્દીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. પહેલા તે વોર્ડ નંબર 11માં દાખલ હતો. જો કે કોવિડ-19 ટેસ્ટમાં નેગેટિવ આવ્યાં બાદ તેને વોર્ડ નંબર 6માં ફેરવી દેવાયો હતો. 


જો કે ત્યારબાદ આ દર્દીનો ફરીથી ટેસ્ટ કરાયો તો તે દર્દી કોવિડ-19 પોઝિટિવ જોવા મળ્યો. જેના કારણે દર્દીને ફરીથી વોર્ડ નંબર 11માં મોકલી દેવાયો. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં કોરોના વાયરસના જ્યારથી કેસ જોવા મળી રહ્યાં છે ત્યારથી આરએમએલ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર થઈ રહી છે. હોસ્પિટલમાં કોવિડ-19 માટે પ્રમુખ ટેસ્ટ અને ઉપચારની સુવિધા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...